નથી આજના સમયમમાં કોઈ પણ સ્ત્રીઓ નિર્બળ કે અબળા,
આજે ગામડા કે પછી શહેરની કોઈ પણ સ્ત્રીઓ છે સબળા....
પહેલાં નારી બધી જ વાતમાં અન્ય પર રહેતી નિર્ભર,
આજે બની ગઈ છે ભારતની સૌ નારી આત્મનિર્ભર...
નારી આજ પાર કરી ગઈ છે હરક્ષેત્રમાં સફળતાના શિખરો,
ઘરકામ હોય કે ઓફિસનું કામ હોય નારી કરે છે નિષ્ઠાપૂર્વક.....
જે નારી સાથે કરશે સારું વર્તન તો એને આપશે માન સન્માન,
જે નારી સાથે કરશે ગેર વર્તન તો એને આપશે અપમાન.....
લાગણીકેરા સ્પર્શમાં સ્ત્રીનું હોય છે સમર્પણ ,
પ્રેમકેરા સ્પર્શમાં સ્ત્રીનું હોય છે આત્મસમર્પણ...
નારી કદી હારી નથીને કયારેય પણ હાર માનશે પણ નહીં,
પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીથી કયારેય ભાગશે નહી....
-Bhargav Jagad