શ્રદ્ધાકેરા હૂંફમાં જીવનકેરો વિશ્વાસ માગું છું,
સ્નેહકેરા હૂંફમાં જીવનભરનો સંગાથ માગું છું...
હું છું નાદાન છોકરો, ભૂલ થઈ જાય તો માફ કરજો,
ઈશ્વર જેવો હૂંફ મળે તો ભક્ત બનીને રહેવા માગું છું.....
જન્મોજનમનું આ અતુટ બંધન બંધાય ગયું છે,
કયારેય પણ તૂટે નહીં એવું જોડાણ બનવા માગું છું....
પ્રેમ અને વિશ્વાસથી ટકી રહે છે આ લાગણી ના સંબંધો,
મુશ્કેલીમાં સાથે રહી શકાય એવો સથવારો બનવા માગું છું....
માબાપના નિસ્વાર્થ પ્રેમની હૂંફ સદા મળતી રહે,
હૈ કાન્હા જન્મોજનમ તારી કૃપા મળે એવો આશીર્વાદ માગું છું....
-Bhargav Jagad