કોઈના નામે દિલ ધબકી રહ્યું છે,
આંખથી પાણી છલકી રહ્યું છે.
તેની અવધિ નજીક આવી લાગે,
બાગનું એક ફૂલ મલકી રહ્યું છે.
રચ્યું હતું ખુલ્લી આંખોએ સ્વપ્ન,
ખબત નહિ ક્યાં ભટકી રહ્યું છે.
એક આધારની વાત કહું તમને,
તેના સ્મિત પર જીવન લટકી રહ્યું છે.
વર્ષો પહેલા તમે મારેલું નૈનતીર,
આજે પણ દિલમાં ખટકી રહ્યું છે.
આવી ગયો અંત મનોજ શ્વાસનો,
ધીરેધીરે મારુ જીવન છટકી રહ્યું છે.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas