Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/QRDaM1qSzho

Please watch, Like, Comments, Share and Subscribe my YouTube channel 😊🙏.


*"વિશ્વાસ જીતવા નીકળ્યો"*

મનમા વિશ્વાસ રાખી વિશ્વાસ જીતવા નીકળ્યો,
મારુ તારુ મુકી સૌ કોઈને આપણું કહેવા નીકળ્યો.

કરમાયેલા ફૂલોને મહેકતા કરવા નીકળ્યો,
મધદરિયે ડોલતા જહાજને સહારો આપવા નીકળ્યો.

ભટકેલા રાહીને રસ્તો બતાવવા નીકળ્યો,
સમાજ તો છે એક દર્પણ હુ ચહેરો બતાવવા નીકળ્યો.

ખામીઓને ભૂલી ખૂબીઓ શોધવા નીકળ્યો,
ખુદને ખુદમાં ડુબાડી ખુદને શોધવા નીકળ્યો.

પંખીની પાંખો લઈ ઉડવા નીકળ્યો,
સમુદ્રની ગહેરાઈ માપવા નીકળ્યો.

ભૂતકાળ-ભવિષ્યકાળનાં સ્વપનાઓને વર્તમાનમાં જીવવા નીકળ્યો,
આકાશમાં રહેલ તારલાઓને ગણવા નીકળ્યો.

માણસની સાથે માણસાઈની વાત કરવા નીકળ્યો,
છુટે ભલે શ્વાસ પરંતુ વિશ્વાસ તુટે નહી એ વાત સમજાવવા નીકળ્યો.

-
રોનક જોષી
રાહગીર.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111790059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now