જય માં આશાપુરા
ડિ ફાગણ સુદ ચોથ ને વરી વાર રવિવાર.
પંધ લમુ વેણું આય ,ને ભેગો આય પરીવાર.
ગોઠ ગોઠ મેથી માડુ અચે દર્શને અવાર નવાર.
કડેક ખાલી કડેક મંદિરમે લગે માડુએ જી કતાર.
અચી પ્રેમસે માં જે નાલે જો કરીયે જય જય કાર.
કોક સજા નમે કોક કરીયે ખાલી હથ જોડી નમસ્કાર.
માં આશાપુરા જા ઘણો એતરા ઓછા અઈ ચમત્કાર.
અચે જે માં જે આશરે ઈ ખલેધો રે સજી જમાર.
મનજી મુરાધ પુરી થીયે ન સપના વે સે થીયે સાકાર.
નર ચે માં આશાપુરા જે પેરચે જો કોય નાય પાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા