ગરીબ છે પણ અમીરો જેવી જિંદગી જીવે છે
ઘર છે નાનું પણ મહેલોની જેવી સંભાળ રાખે છે....
સપનાં જોવામાં ક્યાં અહીં કોઈના જાય છે પૈસા,
પોતાના દમ પર ઊંચી ઉડાન ભરવાની ઈચ્છા રાખી છે
એની જિંદગીની સફરમાં આવ્યા છે ઘણાં વળાંકો,
હાર નથી માની પ્રયત્નો હંમેશાં ચાલુ રાખ્યા છે....
હસાવે ત્યારે હસું છું ને રડાવે છે ત્યારે રડી
લઉ છું,
જિંદગી તે આપ્યું એમાં સંતોષ રાખીને ચાલ્યા કરું છું....
ચંચળ મન છે કોઈક વાર ખરાબ વિચારો પણ આવી જાય,
દુનિયાની મોહમાયામાં કયારેક હું પણ અટવાઇ જાવ છું....
સમયની સાથે ઘણું બધું બદલાઈ ગયું છે અહીં,
જીવન સાથે જોડાયેલા સંબંધોને વળાંકો એમનેમ રહ્યા છે...
-Bhargav Jagad