શિવ નામનો મહિમા ન્યારો ,
હે ભોળાનાથ હું બાળ તમારો,
ભક્તિ ન જાણું હું આજ્ઞાની,
હૈ મહાદેવન આપ બ્રહ્મજ્ઞાની.
દેહમાં બીરાજે શિવ જટાધારી,
શિવરાત્રી એ ભજુ ભોલે ભંડારી,
નમું તમને કોટિ કોટિ હે ત્રિપુરારી,
સદા સ્નેહ વરસવો હે ગંગાધારી.
દેવોના તમે મહાદેવ મહાકાલેશ્વર,
તમને ક્યાં નામે સમરું હે સોમેશ્વર,
બાર બાર જ્યોતિર્લિંગ તમે ઈશ્વર,
નર કહે જય મહાદેવ અક્ષર અક્ષર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા