Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ફોટોઓફધડે

નાસા (NASA- National Aeronautics and Space Administration)/ઈસા(ESA- European- Space Agency)ના સંયુક્ત ટેલિસ્કોપ, હબલ સ્પેસ ટેલિસ્કોપના આ અસામાન્ય ફોટોમાં એક તેજસ્વી તારો ગેસના શેલ(આવરણ)થી ઘેરાયેલો જોવા મળે છે. 'U- Camelopardalis' અથવા ટૂંકમાં 'U Cam', નામનો આ તારો તેના જીવનના અંતની નજીક છે. આ તારામાં થતી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયાનો ધીમે ધીમે અંત આવી રહ્યો છે! જ્યારે તારો તેના અંતિમ સ્ટેજમાં હોય ત્યારે તે તારાના કેન્દ્રની આસપાસ આવેલું હિલીયમનું સ્તર તૂટવાનું શરૂ થાય છે અને થોડાક હજાર વર્ષે આ તારો, ફોટોમાં જોવા મળે છે તેમ ગેસના ગોળાકાર શેલને બહાર અવકાશમાં ફેંકે છે!
(તારાના તાજેતરના વિસ્ફોટથી બહાર નીકળેલો ગેસ આ ફોટોમાં તારાની આસપાસના ગેસના આવરણ તરીકે સ્પષ્ટપણે દેખાય છે.)

'U cam'એ કાર્બન તારાનું ઉદાહરણ છે. આ એક દુર્લભ પ્રકારનો તારો છે જેના વાતાવરણમાં ઓક્સિજન કરતાં કાર્બન વધુ પ્રમાણમાં જોવા મળે છે.
આ તારો 'કેમલોપાર્ડાલિસ' નક્ષત્રમાં સ્થિત છે, આ તારો ફોટોમાં દેખાય છે તેના કરતા ખરેખર નાનો છે. પરંતુ હબલ ટેલિસ્કોપના અદ્યતન કેમેરા ધ્વારા લેવામાં આવેલ ફોટો તારાને ખરેખર છે તેના કરતા ઘણો મોટો દર્શાવે છે. ગેસનું આવરણ, જે તેના પિતૃ તારા કરતા ઘણું મોટું અને આ ફોટોમાં જટિલ વિગતમાં દેખાય છે.

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111788800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now