ગમતો વ્યકિત કે વ્યક્તિત્વ?
ઘણીવાર એવું થઈ જાય કોઈને મળીને કે મજા આવી ગઈ. બસ આ જ તો છે જે તમને સતત જીવવ ધબકતું રાખવા પ્રેરણા આપે છે. મજા આવવી જોઈએ. ત્યારે તમને જ ખબર નથી કે શું મજા આવી? વ્યક્તિ ગમ્યો કે વ્યક્તિત્વ.
બધા જ લોકો Dual Personality સાથે જીવતા હોય છે. કારણ ગમે તે હોઈ શકે. આવું જીવતાં હોવા છતાં પણ જો સંબંધમાં કંઇક ખૂટતું લાગે, મજા ના આવે તો વિચારવું જ રહ્યું કે શું ખૂટે છે. તમારી આસપાસના વ્યક્તિઓમાં તકલીફ છે કે એમના વ્યક્તિત્વમાં.
ઘણાં ને સવાલ થશે કે ખુશ થવું, દુઃખી થવું આપણા જ હાથમાં છે. હા, હું પણ થોડા અંશે સહમત આપણા જ હાથમાં છે.
પણ શું સાચેજ એ આપણા હાથમાં છે? શું આપણે એટલા પૂર્ણ છીએ કે મનોસ્થિતિ આપણા કંટ્રોલમાં રહે? Obviously બધુંજ નથી આપણા હાથમાં, ત્યાં પહોંચવું મુશ્કેલ છે. તો આપણે શું કરી શકીએ?
બસ જ્યાં જે પળ મળે એના થઈ જાઓ. પુર્ણ પણે એના. બસ મને તો આ જ રસ્તો દેખાય છે કે સ્થિતિની સામે નહીં પણ સ્થિતિની સમકક્ષ થઈ જઈએ. પછી વ્યક્તિ કે વ્યક્તિત્વ જેવું પણ હોય મજા આવશે.
So Enjoy ☺️