હે નારી!
તું હર કદમ ભરજે વિચારી વિચારી,
તું માને એવી આ દુનિયા નથી સારી,
હેવાનોની ફાવવા ના દેતી કોઈ કારી,
જાગૃત રહેજે તું હર પળ એકધારી.
હે નારી!
તું શક્તિ અને હિંમતનો છે અવતાર,
પ્રેમ, દયા અને કરુણાનો છે સાગર,
ક્યારેય કોઈ સંજોગોમાં ના માને હાર
તું જ છે આ જગનો મોટો આધાર
#WomensDay