અનેક વાતચીત થઈ, પણ એ નકામી થઈ,
બદનામ હું થયો, એ જગતમાં નામી થઈ.
મહોબતના મોલ આંકવા બેઠા હતા તેઓ,
બજારમાં મહોબતની કેવી બદનામી થઈ.
કાયમ ક્યાં હોઈ છે વસંત કોઈના જીવનમાં,
લાગણી જે હતી એ બધી તો હંગામી થઈ.
છોડીને ગયા એ મને આમ તો શું થયું છે?
શરાબ સાથે દોસ્તી થઈ, મહેફિલ જામી ગઈ.
એકલતાના કિનારા સાવ કોરા નથી હોતા,
એક ક્ષણ એવી આવી કે આંખો વરસી ગઈ.
જેને સદા સમાવી લેતો હતો પોતાની અંદર,
એ સરિતા પણ જો ને કેવી દરિયા સામી થઈ.
મનોજની મજબૂરી નથી, મારો એ પ્રેમ હતો,
સમજવામાં કે મારે સમજાવવામાં ખામી રહી.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas