Gujarati Quote in Poem by Neha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારી એમ, પરતંત્ર નથી...

એક આઝાદ નારી છું,
હું પરતંત્ર નથી,
મારાં નિર્ણય પ્રમાણે,
ચાલવાને અસમર્થ નથી!

લઉં છું નિર્ણયો,
ઘરસુકાન સંભાળવાને સદા,
ન માનશો કે, હું કદી,
કાબિલે તારીફ નથી!

છું શક્તિ નો અવતાર
‘ને, સહનશીલતાની મુર્તી,
ગણો ભલે, અબળા પણ,
હિંમત મારી, કમ નથી!

ન મૂલવતાં મને કદી,
મારા શારીરિક દેખાવથી,
છું ભલે, ગુલાબ પણ,
કાંટા મારાં, કમ નથી!

દુધપીતી કરતાં સમાજમાં,
જન્મ બાળકી તણો,
ન ભૂલશો કદીયે, જન્મદાત્રી,
કોઈ ઈશ્વરથી, કમ નથી,

બંધ મુઠ્ઠીમાં ભરીને,
આભ લાવે છે સદા,
દિકરી, છે એ,
પારકી થાપણ નથી!

“ચાહત” ની મુરત સમી,
નારી એમ, પરતંત્ર નથી,
ના માનશો, કમજોર એને,
જગતજનની, નારાયણથી કમ નથી!!

💕ચાહત💕
(Neha Desai, NJ)

#WomensDay

Gujarati Poem by Neha : 111788149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now