બિહાર માં દર્દી ના પેટમાંથી કાચનો ગ્લાસ નીકળ્યો, ઓપરેશન 3 કલાક ચાલ્યું _ એક સમાચાર
વાંચી કાળિયો પણ ગભરાયો, એને પણ કેટલાય દિવસ થી કબજિયાત ની તકલીફ રહેતી હતી અને પેટ માં પણ દુખાવા સાથે ગરબડી થતી હતી, સાલું ,મિત્રો સાથે પત્નીઓ થી ખાનગી રાખીને એક બારમાં (આલ્કોહોલ) પાર્ટી મનાવી હતી ત્યાર પછી થી જ એવું થયું લાગે છે,
એણે બીજા મિત્રો ને પણ પૂછી જોયું તો બધા જ મિત્રોને સેઇમ તકલીફ હતી, એ બધા મિત્રો ને લઈને ડોક્ટર પાસે ગયો...
ડોક્ટરે બધાની સોનાગ્રાફિ કરાવી તો બધાના પેટ માંથી ગ્લાસ તો ના નીકળ્યા પણ...
કાળિયા ના પેટ માંથી વેલણ નીકળ્યું, બીજા મીત્ર ના પેટમાંથી એશટ્રે, ત્રીજા ના પેટ માંથી ગ્લાસ માં આલ્કોહોલ મિક્ષિંગ માટેનો કાચ નો સળિયો, ચોથાના પેટમાંથી મંચિગ માટે ની નાની ડીશ, પાંચમા ના પેટમાંથી ચવાણા ના પ્લાસ્ટિક ના પાઉચ...
એની માનું, બધાને પછી યાદ આવ્યું કે પત્ની થી ખાનગી માં પાર્ટી રાખેલી ને પછી બધાની પત્નીઓ ને ખબર પડી ગયેલી અને અમારી પાર્ટી માં રેડ પાડેલી ,પછી તો શું થયું એજ ખબર ના પડી કારણ કે અમે બધા જ તો
બેભાન થઈ ગયેલા ને ?!!!
પણ એક આડવાત કે ડૉક્ટરે દરેક ના પેટ માંથી વસ્તુઓ કાઢી નાખી ને એ પણ પેટ ખોલ્યા વગર... લો બોલો...
😜😜😜😜😜😜😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
. જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995