ચાલ જૂની વાત પાછી કાઢીએ,
વાત પહેલેથી બધીયે માંડીએ.
એક મંજિલ ને ડગર હોવા છતાં,
થોડું અંતર ચાલવામાં રાખીએ.
ને હવાની પાંખ લઈને આભમાં,
ત્યાં ખુશીના મૂળને જઈ વાવીએ.
રોજ અરમાનોના કપડાં પહેરીએ,
રોજ ઇચ્છાઓ અધૂરી ટાંગીએ.
શું થશે? શું કરશું? એમાં ના પડો,
બસ નવાં સપનાઓ લઈને જાગીએ.