શબ્દોને સથવારા કા'ના માત્રા નાં
સ્વર વ્યંજનની તો જોડે જોડ
પાનખરમાં વસંત જેવી
શિયાળામાં તડકા જેવી
તડકામાં ટાઠક શિત જેવી
વ્હાલમાં માતા જેવી
બોલી ભલે બદલે પ્રાંતે પ્રાંતે
છંદ અંલકારમાં ગોઠવણમાં
કઠણ છે બો'ઉ બો'ઉ
તોય કવિ લેખક ગોઠવી જ દે'ય
કહો જોઈએ
આ વળી કોણ..?