Part 2(Bahadur Dada)
આ દરમ્યાન સોસાયટી ના સભ્યો પણ ભેગા થઈ ગયા હતા. સોસાયટી ના રહીશો ને પણ દાદા નું આ સ્વરૂપ જોઈ... જોર ચઢ્યું....
બે...લંપટ ને દાદા એ તલવાર થી ઢાળી દીધા..બાકી ના બે ને સોસાયટી ના રહીશો એ પુરા કર્યા....
દાદા ઉપર કોર્ટ માં કેસ ચાલ્યો..
જજ સાહેબ બોલ્યા
દાદા તમારે તમારા બચાવ માટે બે શબ્દો બોલવા હોય તો.
દાદા..બોલ્યાં..નામદાર સાહેબ..
બચાવ...કરવો હોત.. તો એ દિવેસ હું ...આ સોસાયટી ની દીકરી ને એકલી મૂકી ઘર માં ઘુસી ગયો હોત....
મારે મારા બચાવ મા કાંઈ કહેવું નથી..મેં કરેલ કાર્ય માટે મને અફસોસ કે દુઃખ નથી...મને આનંદ સાથે ગર્વ છે..એક બાપ વગર ની દીકરી ની લાજ મેં બચાવી પુણ્ય નું કામ કરેલ છે....
આખી જીંદગી ઘર માં નતમસ્તક જીવી અપરાધી બનવા કરતા જેલ મા ઉંચા માથા સાથે ફરવાનો હું ગર્વ અનુભવીશ....આમે ય સાહેબ..હવે જીંદગી નો મોહ રહ્યો નહીં..કદાચ મને આપ છોડી મુકશો તો પણ મેં સમાજ માંથી આવા લંપટો ને દૂર કરવા નો નિર્ણય મે લઈ લીધો છે..માટે આપ સાહેબ ..જે સજા ફરમાવશો.. એ મને માન્ય છે...
પણ તમે આવી રીતે કાયદો હાથમાં કેવી રીતે લઈ શકો ?... જજ સાહેબ બોલ્યા..
નામદાર સાહેબ..તમારો કહેવા નો મતલબ..એવો છે..કોઈ ની માઁ બેન ,દીકરી,કે વહુ..ની ઈજ્જત લૂંટાતી હોય..ત્યારે..અમે પોલીસ ની આવવા ની રાહ જોઈયે...?
જો અમે કાયદો હાથ માં ન લઈએ તો એ લંપટ લોકો તેના હાથે અમારી પારેવડી જેવી દીકરીઓ કે બહેનને પીંખી નાખે...સાહેબ.
અમને દુઃખ એ વાત નું છે આવા લંપટ અને હરામી લોકો ને આટલી હિંમત આપનાર કોણ છે ?...
અમને કોઈ શોખ નથી કે કાયદો કાનૂન અમે હાથ મા લઈએ..અમને મજબુર કોણ કરે છે ? તમારી વ્યવસ્થા..જો કાયદો કાયદા નું કામ યોગ્ય રીતે કરતું હોય તો..આ લંપટ લોકો ની હિંમત આટલી વધી કેમ રહી છે ?
રાજકરણ માં ચૂંટણી જીતવા માટે ભલે મવાલી અને લંપટ લોકો ની મદદ લેવાતી હોય. સાહેબ...પણ તેનો મતલબ એવો તો નથી કે આ મવાલી અને લંપટ વ્યક્તિ ના પગ આપણા ઘર ના બારણાં સુધી આવી જાય..
સાહેબ..આવા દરેક આગળ વધતા..પગ ને સમયસર તોડી નાખવાં માં નહીં આવે તો.સમાજે તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે...
મારે ...અહીં ઉભેલ દરેક વ્યક્તિ ને કહેવું છે...તમારી દીકરીઓ ને ચંડીકા નું રૂપ ધારણ કરતા શીખવાડો....કદાચ હું એ વખતે હાજર ન હોત..તો મારા દીકરા ની વહુ પણ આ લંપટો ને એકલા હાથે.. વધેરી નાખત....
કોર્ટ માં ઉભેલા સોસાયટી ના સદસ્યો હાથ જોડી બોલ્યા..સાહેબ પાણી નાક સુધી આવી ગયું છે...દાદા ને જેલ માં નાખો..તો અમે બધા તેની સાથે જેલ માં જવા તૈયાર છીયે...તેમણે ક્રાંતિ નું બીજ વાવ્યું છે..સમાજ કે સોસાયટી ની કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ પણ લંપટ વ્યક્તિ નજર બગાડે તો...જવાબ આવો જ મળશે....
જજ સાહેબ...બે મિનિટ મૌન રહ્યા..પછી..કીધુ...