છે આજની આ મીડિયા શુ નું શુ બતાવે,
રોજ સવાર પડે અને તે ભ્રામક યુદ્ધ લાવે.
નથી ખબર પુતીનને, ને અજાણ છે યુક્રેન,
ભારતીય મીડિયા ન્યૂઝમાં મિસાઈલ ઉડાવે.
આથી ખરી હતી છાણીયા ખાતરની પદ્ધતિ,
ને આ મીડિયા ઉંદરને સિંહ બતાવી સતાવે.
દેશના પ્રશ્ન એમ જ લટકી રહ્યા છે વર્ષોથી,
એ છોડી વિદુષક માફક નવા કરતબ બતાવે.
દેહ પર નથી કપડું દેશમાં નાના નાના બાળને,
બીકનીમાં હિરોઈનને બ્રેકીંગ ન્યૂઝમાં બતાવે.
નાનપણમાં જોયો હતો ખેલ મેં કઠપૂતળીનો,
એક આદમી ઉપર રહી આંગળીથી નચાવે.
માત્ર નખ કપાયો હતો ને હાથ કાપી બતાવ્યો,
સરેઆમ જુઠાણા ફેલાવતા આ લોકો જ ફાવે.
છે વાયરો અહીં અંધ અને ગુલામ બનવાનો,
મનોજ એક છે જે કલમ ની સાથે ધર્મ નિભાવે.
મનોજ સંતોકી માનસ