પ્રેમ એટલે ..
તારી યાદોનો પટારો...
પ્રેમ એટલે...
તને કહેવા માટે અખૂટ વાતો
પ્રેમ એટલે...
મારા વિચારો માં તારું વસવું...
પ્રેમ એટલે ..
તારામાં ખોવાઈ જવું...
પ્રેમ એટલે...
સ્વ ને ભૂલી તને યાદ રાખવો
પ્રેમ એટલે...
તેની આંખે દુનિયા જોવી
પ્રેમ એટલે
તું મૌન હોઈ છતાં તને સાંભળું..
પ્રેમ એટલે
દરેક શ્વાસે કોઈ ના પાસ હોવાનો એહસાસ...
પ્રેમ એટલે
તારા માટે, મારી જાત સાથે લડવું...
પ્રેમ એટલે
રાતે આંખો બંધ થતા જ સ્વપ્ન માં તારું આવવું...
પ્રેમ એટલે
તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું...
પ્રેમ એટલે
તુજ માં ઈશ્વર જોવાની લાગણી,
ને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી...
પ્રેમ એટલે
તુજ વિશે લખતા,મારુ ક્યાંક ખોવાઈ જવું...
પ્રેમ એટલે
એનું નામ સાંભળતા મગજ નું હેંગ થઇ જવું...
પ્રેમ એટલે
પ્રેમ ની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું...
પ્રેમ એટલે
હજુ તો તારું નામ માત્ર લખ્યું ને કવિતા રચાઈ ગઈ…
પ્રેમ એટલે
તને મળવા માટે,ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ...
પ્રેમ એટલે
તારું નામ લખતા આખા દિવસ નો થાક ઉતરી જવો...
પ્રેમ એટલે
કોઈની યાદ માં રાતે ઝબકી ને જાગી જવું...
પ્રેમ એટલે
તે સ્પર્શેલી વસ્તુ ને મેં કરેલો વહાલ...
પ્રેમ એટલે
આખો દિવસ તારા મેસેજ ની રાહ જોવી...
પ્રેમ એટલે
ના સમજાવી શકાય એવી લાગણી...
પ્રેમ એટલે
અઢી અક્ષરો માં લાગણીઓનો મહાસાગર
પ્રેમ એટલે....
.
.
. . . . . . બસ પ્રેમ . . .
-ख्बती Liba