" અભિવ્યક્તિ ડે "
કેટલું બધું છલકાય આજ કેટલું બધું છલકાય!
પ્રેમ કર્યો ના હોય છતાં વેલેન્ટાઇન ડે ઉજવાય!
કોઈકે લીધા છુટાછેડા ને કોઈક ચાલીસ વર્ષે વાંઢો
વાતવાતમાં છન છન,ને સ્ટેટ્સ મુકે ટન ટનાટન!
આજે જાણે પ્રેમ પામ્યો! વેલેન્ટાઈન ડે ઉજવાય!
પુછો એને કે આવો અધુરો ઘડો કેમ છલકાય!
લખવામાં કાંઈ બાકી ના રાખે, ઘરમાં કરે ઝઘડો
સોશ્યલ મીડિયામાં રંગીન, પાછળથી પસ્તાય!
કેટલું બધું છલકાય આજ કેટલું બધું છલકાય!
પ્રેમ કર્યો ના હોય છતાં પણ વેલેન્ટાઇન ડે ઉજવાય!
#ValentineDay