આવી શકે તો આવજે
બહુ તાન નહિ કરું...
મારી મનોદશાની તને
જાણ નહિ કરું...
ભડકે ભલે બળી જતું ઈચ્છાઓ નું શહેર
તારી ગલી માં આવી ને
રમખાણ નહિ કરું...
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ પણ
ઈશ્વરને કરગરી વધુ
રોકાણ નહિ કરું...
કિસ્સો હ્રદય છે
તો હ્રદય માં જ સાચવીશ પુસ્તકમાં છાપી પ્રેમ નું
વેચાણ નહિ કરું...
Happy velentine day
💞💞💞
-Zainab