#ફોટોઓફધડે
'પિસિસ ઓસ્ટ્રિનસ' નક્ષત્રમાં સ્થિત યુવાન તારા 'ફોમલહૌટ'ને મળો!! આ ઇમેજ ALMA(Atacama- Large Millimeter/submillimeter Array) ઓબ્ઝર્વેટરી (ઓરેન્જ કલર)ના રેડિયો ડેટા અને હબલ સ્પેસ ટેલિસ્કોપ (બ્લ્યુ કલર)ના ઓપ્ટિકલ ડેટાને સંયુક્ત રીતે જોડીને બનાવવામાં આવી છે! ઇમેજના કેન્દ્રમાં ઝળહળતું પીળા કલરનું બિંદુ એ તારામાંથી વણઉકેલાયેલ ઉત્સર્જન છે, જે આપણા સૂર્યના દળ કરતા બમણું છે!
આ તારો 25 પ્રકાશ વર્ષ દૂર છે, જે સૂર્ય કરતાં કદમાં બે ગણો મોટો છે! જેની ઉંમર લગભગ ૪ કરોડ વર્ષ માનવામાં આવે છે જે આપણા સૌરમંડળના દસમાં ભાગની છે!
ઓરેન્જ કલરની ડિસ્ક એ યુવાન તારાઓની સામાન્ય વિશેષતા છે! આ ડિસ્ક સોલર સિસ્ટમને જન્મ આપે છે! આ ડિસ્કમાં ગેસ અને ધૂળના વાદળો અને ઉલ્કાપિંડો રહેલાં હોય છે! આ ઉલ્કાપિંડો સતત ટકરાતા રહે છે જેનાથી ધૂળ અને ગેસ મોટા પ્રમાણમાં તે તારાની આસપાસ જોવા મળે છે જે એક ડિસ્ક જેવી રચના બનાવે છે! આ ગેસ અને ધૂળના વાદળો માંથી સૌપ્રથમ ગ્રહો અસ્તિત્વમાં છે અને ત્યાર બાદ સોલર સિસ્ટમ અસ્તિત્વમાં આવે છે!
-નીલકંઠ