તારી કેટલીક યાદોમાં તારા લીધે પ્રેમની મીઠાસ ના રહી,
બાકી કેટલીક યાદોમાં મેં પોતે પ્રેમની કડવાશ ભેળવી દીધી....
તારી કેટલીક વાતોમાં તારી ભૂલના લીધે સંબંધોમાં મીઠાશ ના રહી
બાકી કેટલીક વાતોમાં મેં પોતે જ સ્વેચ્છાએ તીખાશ સ્વીકારી લીધી...
તારી કેટલીક તકરારમાં તારા લીધે પ્રેમની મીઠાશ ના રહી,
બાકી કેટલીક તકરારમાં મેં પોતે જ પ્રેમની ભીનાશ સ્વીકારી લીધી...
તારા કેટલાક સ્વપ્નોમાં તારા લીધે અધુરા રહી ગયાં,
બાકી કેટલાક સ્વપ્નોમાં મેં પોતે જ ખારાશ લગાવી દીધી...
તારા કેટલાક વચનો તો તારા લીધે તૂટી ગયાં,
બાકી કેટલાક વચનોમાં મેં પોતે જ પાબંદી લગાવી દીધી....
તારા કેટલાક વિશ્વાસ તો તારા લીધે જૂઠા સાબિત થયાં,
બાકી કેટલાક વિશ્વાસમાં મે પોતે જ ખાટાશ આવવા દીધી....
-Bhargav Jagad