Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ટોપિકઓફધડે

"સ્ટારબર્સ્ટ ગેલેક્સી"

સ્ટારબર્સ્ટ ગેલેક્સીસ એ એવી ગેલેક્સીસ છે કે જે તારા નિર્માણના ઉચ્ચ દર માંથી પસાર થતી હોય છે! એટલે કે તે ગેલેક્સીસમાં રહેલાં ગેસના વાદળો માંથી ઝડપથી તારાઓ નિર્માણ પામે છે! આ નવા નિર્માણ પામતાં તારાઓનો દર અન્ય ગેલેક્સીસમાં નિર્માણ પામતાં તારાઓના દર કરતાં વધુ હોય છે! આ દરને સોલર માસ(સૌર દ્રવ્યમાન) પ્રતિ વર્ષના એકમમાં માપવામાં આવે છે.

૧ સોલર માસ=૨×૧૦^૩૦ કિલોગ્રામ થાય છે! આપણી આકાશગંગાનો તારા નિર્માણનો દર ૩ સોલર માસ પ્રતિ વર્ષ છે જયારે સ્ટારબર્સ્ટ ગેલેક્સીસનો દર ૧૦ સોલર માસ પ્રતિ વર્ષ હોય છે! નવા તારાઓના જન્મનો દર એ ગેલેક્સીસના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ તારા નિર્માણનો દર, બે ગેલેક્સીસની અથડામણને કારણે પણ વધી જાય છે! બે ગેલેક્સીસની અથડામણને કારણે એક નવી ગેલેક્સી નિર્માણ પામે છે અને આ ગેલેક્સીમાં સૌથી વધુ પ્રમાણમાં તારાઓ જોવા મળે છે અથવા તો ગેસના વાદળો જોવા મળે છે જેમાંથી તારાઓ ઝડપથી નિર્માણ પામે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111783851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now