ચાલ તારા માટે એક ગુલાબ લઉં,
પણ વિચારું કે એ તને હું કેમ દઉં ?
મુલાકાત તો માત્ર તસ્વીરમાં જ કરું,
રોજ તને જોઉં એમ આજે ગુલાબ જોઉં.
વાતો કર્યા જ કરું હું એની સાથે,
પાગલની જેમ બસ બડબડ કરું.
મુલાકાત શક્ય ક્યાં છે જ હવે,
કે આંખો મિલાવી પ્રેમથી ગુલાબ દઉં.
ગુલાબ,ટેડી,ચોકલેટ શું એ જ પ્રેમ છે ?
પ્રેમ ને જાહેર કરવું એવી ક્યાં નેમ છે.
તું જાણે ને હું જાણું બસ એમાં જ બધુ પૂરું.
ઈચ્છા છે કોઈક ભવે ગુલાબ બની તારા હાથમાં શોભું.
ચાલ તારા માટે એક ગુલાબ લઉં,
પણ વિચારું કે એ તને હું કેમ દઉં ?
અશોક.