Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ટોપિકઓફડે

"પોપ્યુલેશન ૩ તારાઓ"

'પોપ્યુલેશન ૩' એ તારાઓનો એક પ્રકાર છે આ પ્રકારના તારાઓ બિગ બેંગ બાદ તરત જ અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે એટલે કે બિગ બેંગના ૪૦ કરોડ વર્ષ બાદ આ તારાઓ અસ્તિત્વમાં આવ્યા હશે જે બ્રહ્માંડમાં સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા તારાઓ પણ મનાય છે! પરંતુ તે કાલ્પનિક છે!

આ તારાઓના કેન્દ્રમાં કોઈ અન્ય ધાતુ નહીં પરંતુ માત્ર હાઈડ્રોજન અને હિલિયમ જ રહેલો હોવાનું મનાય છે કારણ કે બિગ બેંગ બાદ બ્રહ્માંડમાં હાઈડ્રોજન અને હિલિયમ સૌથી વધુ માત્રામાં હતાં! આ તારાઓ કદમાં સૌથી વિશાળ હોવાનું મનાય છે! હાલમાં બ્રહ્માંડમાં સૌથી વિશાળ તારો 'યુ વાય સ્કયુટિ'ને માનવામાં આવે છે પરંતુ જો પોપ્યુલેશન 3 પ્રકારના તારાના કદને યુ વાય સ્કયુટિ સાથે સરખાવવામાં આવે તો તે તેનાથી ૩૦ ગણા મોટા હોવાનું મનાય છે! અને આ પ્રકારના તારાઓમાં આપણાં સૂર્ય જેવા કરોડો તારાઓનો સમાવેશ થઈ શકે એટલા વિશાળ હોય છે!

આ પ્રકારના તારાઓ ૧૩ અબજ પ્રકાશ વર્ષ દૂર હોવાનું મનાય છે એટલે કે તે તારા માંથી નીકળતા પ્રકાશને આપણાં સુધી પહોંચવામાં ૧૩ અબજ વર્ષ લાગી જાય છે એટલે કે જો આપણે તે તારાને આજે જોતા હોઈએ તો વાસ્તવમાં તે તારો બ્રહ્માંડમાં ન પણ હોય (એટલે કે મૃત્યુ પામ્યો હોઈ શકે છે) પરંતુ તેમાંથી નીકળતો પ્રકાશ બ્રહ્માંડમાં હોય છે! પરંતુ હજુ સુધી આપણે પોપ્યુલેશન ૩ પ્રકારનો એક પણ તારો શોધી શક્યા નથી! આ પ્રકારના તારાઓને ખૂબ જ વધુ દળ અને ગ્રેવિટિ હોવાને કારણે તેઓ બ્રહ્માંડને વધુ પ્રમાણમાં કર્વ(વાળે) કરે છે(બ્રહ્માંડમાં રહેલ દરેક ગ્રહો અને તારાઓ ઓછા વત્તા પ્રમાણમાં બ્રહ્માંડને કર્વ કરે છે) આ કર્વને કારણે અન્ય તારા માંથી આવતો પ્રકાશ પણ કર્વ થાય છે આ પ્રક્રિયાને 'ગ્રેવિટેશનલ લેન્સિંગ' કહે છે.

ગ્રેવિટેશનલ લેન્સિંગને કારણે કર્વ થતાં પ્રકાશને આધારે આપણે તારાનું કદ પણ માપી શકીએ છીએ! ગ્રેવિટેશનલ લેન્સિંગ ધ્વારા એવા કેટલાક તારાઓ મળ્યા છે જે પોપ્યુલેશન ૩ ટાઇપના હોઈ શકે છે પરંતુ હજું સુધી કોઈ સચોટ પરિણામ મળ્યું નથી! તેથી આ તારાઓને હજું પણ કાલ્પનિક માનવામાં આવે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111783018
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now