રે ઘડીયાળ તારી લીલા અપરંપાર..
મને થાય કે કયારેક તો તું થંભી જાય.
રે ઘડીયાળ તારી લીલા અપરંપાર,
કલાકો ના કલાકો વાતો કરુ,
પણ ચાલે ધીમી ધીમી.
મિનિટો ની મિનિટ ગણુ,
તો તું ચાલે થોડી ઝડપી.
સેકન્ડને ગણવા જાવ,
ત્યાં જાય તું ભાગી.
રે ઘડીયાળ તારી લીલા અપરંપાર..
દિવસ - રાત ચાલ્યા કરતી,
કયારેક તો તું થંભી જાય.
ટીક ટીક કરતી ભાગતી જાય,
કયારેક તો તું થંભી જા પ્રિયના પ્રિયતમ માટે.
રે ઘડીયાળ તારી લીલા અપરંપાર..
સ્વ રચિત: ક્રિષ્ના મયંક નિર્મળ(MK)