#ટોપિકઓફધડે
'ગંગોત્રી વેવ'
ગંગોત્રી વેવ એ તાજેતરમાં જ આપણી આકાશગંગામાં શોધાયેલું સ્ટ્રક્ચર છે, જે આપણી આકાશગંગાના કેન્દ્રમાંથી નીકળીને આકાશગંગાના બે સર્પાકાર વક્રોને એકબીજા સાથે જોડે છે!
ગંગોત્રી વેવ એ ૬,૦૦૦થી ૧૩,૦૦૦ પ્રકાશ વર્ષ સુધી વિસ્તરેલો અને ગેસનો બનેલો પાતળો તંતુ છે જે ૯૦ લાખ સૂર્ય જેટલું વજન ધરાવે છે! આ સ્ટ્રક્ચર સીધુ(Straight) નથી તે વાંકુચૂકું(Zigzag) છે!
ગંગોત્રી વેવ નામ મૂળ કેરળના અને હાલ યુનિવર્સિટી ઓફ કોલોન,જર્મનીના ખગોળ વિજ્ઞાની કે જેઓ ગંગોત્રી વેવની શોધક ટીમને લીડ કરી રહ્યા હતાં એવાં ડો. વી. એસ. વીના ધ્વારા આપવામાં આવ્યું છે જેમના ઘરનું નામ પણ "ગંગોત્રી" છે, ગેલેક્સીને હિંદી તથા અન્ય ભારતીય ભાષાઓમાં "આકાશગંગા" પણ કહે છે અને ગંગા નદીનો ઉદ્ભવ જે પહાડો ઉપરથી થાય છે તેનો આકાર પણ વાંકોચૂકો(Zigzag) હોવાથી તેને 'ગંગોત્રી વેવ' નામ આપવામાં આવ્યું છે!
-નીલકંઠ