એ પણ શાં દિવસો હતાં!
ગરમીના આ દિવસો જેવું વાતાવરણ ત્યારે પણ થતું!
સાંજ સમયે, નવરાશ ટાણે અગાસીમાં અડ્ડો જમાવતા!
આખી દુનિયાથી જાણે સંબંધ જ કાપી નાખતા!
વાદળીઓની પાછળ સંતાકૂકડી રમતાં સૂરજની સાથે, આકાશ પણ નીત-નવાં રંગે રંગાતું!
પવનની એક ધીમી લહેર સાથે મન પણ થનગનતું!
મોબાઈલમાં વાગતાં સંગીત કરતાં,
આકાશમાં ઊડતા પંખીડાના કલરવ વધારે મધુર લાગતા!
તો ક્યારેક વરસતાં કમોસમી વરસાદના અમી છાંટણાદિલને પ્રફુલ્લિત કરી બેસતાં!
હવે તો બસ રાહ જોવાય છે,ક્યારે એ દિવસો ફરી આવે!
એ જૂની પળો મન ભરીને માણીએ!