મને ન આવડ્યું ખોટો દંભ કરતા
મને ના આવડ્યું ખોટાની સાથે તેની જેમ જ રહેતા
મને ના આવડ્યું લુચ્ચાઈ કરતા
મને ના આવડ્યું મારા સ્વાર્થ માટે ઝુકી જાતા
મને ના આવડ્યું જેવા સાથે તેવા રહેતા
મને ન આવડ્યું ગરજના સમયે ભાવ પૂછતા
મને ના આવડ્યું યોગ્ય સમયે યોગ્ય પાસા ફેકતા
મને ના આવડ્યું ખોટી ચાલ ચાલતા
મને ના આવડ્યું....
મને ના આવડ્યું....
હા તો પણ હું ખુશ છું ..... Bindu Anurag
કારણકે મને આવડે છે કે ...
જ્યારે જરૂર હોય ત્યારે તેને મદદ કરવી
મારા દરેક કાર્યને પ્રમાણિકતાથી પૂરું કરવું
મારા કર્તવ્યમાં નિષ્ઠાપૂર્વક કર્મ કરવું
મારા દરેક કાર્યને નિશ્વાર્થ ભાવે પૂર્ણ કરવું
મારું છે એમ સમજીને ઘણી વખત થાપ ખાઈ ગઈ
પણ દરેક વખતે હું છેતરાઈ ગઈ
પણ મને એનો કોઈ જ અફસોસ નથી
કારણકે મારો આત્મા હંમેશા મને સાંભળે તો છે
અને મારો પરમાત્મા એ બધું નિહાળેય છે
જય દ્વારકાધીશ 🙏🏻
05:40 AM 26/01/22
-Bindu _Anurag