મે તમારી આંગળી પકડી શીખ્યું છે ચાલતા,
તમે ઘરની જવાબદારી આપી મને છોડી ચાલ્યા.
મુસીબતોમાં સાથની લાગી જે તમારી આદત,
કેમ કરી આપું હું તમારા વિના મુસીબતને લડત.
ક્યારેક મિત્ર ક્યારેક પિતા બન્યા બતાવ્યો સાચો માર્ગ,
હવે તમારી વિના સાચી દિશા નો કોણ બતાવશે મને માર્ગ.
તમારા વિના જવાબદારી લાગે છે બોજ,
સગાવ્હાલાના મેણાં તોડે મારું મનોબળ.
તમારી હાજરીમાં કરી મે થોડી મનમાની,
જીવનભર પસ્તાવાની વારી આવી છે મારી.
તમારી ખોટ આજીવન રહેશે મને જીવનમાં,
કોઈ કરે કોશિશ ન થાય પૂર્ણ જીવનમાં.
-Bhargav Jagad