અનામિકા એ આજે પોતાના વર્ગ દરમિયાન પોતાની વર્ગની દીકરીઓને એક પ્રશ્ન પૂછ્યો કે તમે શું બનવા માંગો છો? તમારું સપનું શું છે ?
અનામિકા ભણાવતા ભણાવતા પુસ્તકિયા જ્ઞાન કરતા વધારે વાસ્તવિક જ્ઞાન પોતાના બાળકો સુધી પહોંચે એવો પ્રયાસ કરતી. ઘણી વખત ઉપદેશાત્મક વાર્તાઓ ,ક્યારેક રમત- ગમત, ક્યારેક સંગીતનો કાર્યક્રમ, તો વળી દર શનિવારે તો પોતાના વર્ગ પુરતો બાળ- સભાનો પણ તે પાસ રાખતી. ઘણી વખત વિદ્યાર્થીઓ સભામાં ન જોડાતા પણ અનામિકા તો એક નિશ્ચય કર્યો હતો કે વર્ષ દરમિયાન બધા જ વિદ્યાર્થીઓ બોલી શકે એવો પ્રયાસ કરવો.
એના માટે જ તેણીએ દર શનિવારે તેના તાસ દરમિયાન જ આવો એક કાર્યક્રમ રાખ્યો. જેથી કરીને બાળકોનો આત્મવિશ્વાસ ખીલે અને બાળકો બોલતા શીખે. બસ એના માટે જ ખાસ જેવું પણ આવળે, જોઈ-જોઈ ને પણ બોલવું પછી એ વાર્તા હોય, કે ગીત સંગીત હોય , કે એક પાત્રીય અભિનય હોય, કે પછી ઉખાણા કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવા.. કાંઈ પણ
આજે અચાનક જ અનામિકા બધી જ પોતાની વર્ગની દીકરીઓને એકે પ્રશ્ન પૂછે છે કે તમારું સપનું શું છે ? આજનો તાસ આજ રહેશે, પચાસેક દીકરીઓ માંથી બધા જ પોતાના સપના કહે છે અને અનામિકા બધા ને પ્રોત્સાહિત કરે છે પણ છેલ્લી પાટલીએ બેસેલી એકતા નો જ્યારે વારો આવે છે ત્યારે તાલીઓના ગડગડાટ સાથે સાથે અનામિકાની આંખોના ખૂણા પણ ભીંજાઈ જાય છે ...
ઘણી દીકરીઓ પોલીસ બનવા માગે છે ઘણી દીકરીઓ મંત્રી, શિક્ષક કે તે પોતાનો નાનો એવો ગૃહ ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવે છે
પણ એકતા તો બધાથી અલગ જ એક જવાબ આપે છે તે પોતાની શિક્ષિકા બહેનને કહે છે કે બેન મારે તો વૃદ્ધાશ્રમ ખોલવું છે કે જ્યાં તરછોડાયેલા ઘરના વડીલોને હું પ્રેમથી રાખી શકું અને અનામિકા કહે છે કે એકતા અમે બધી જ તારી સાથે છીએ જ્યારે પણ તું આવું તારું સપનું સાકાર કર ત્યારે અમને કે જે અમે બનતો સહયોગ કરશું તને અને તારા સપનાને સાકાર કરવા માટે થઈને જેટલો પણ પ્રયત્ન થશે એટલો અમે તને સહયોગ કરશું ને હવે એકતાના આંખોના ખૂણા ભીના થાય છે તેનું સપનું.... કઈક અલગજ એકતાનું સપનું સાચું કરવા સૌ સંકલ્પ કરે છે.. જય દ્વારકાધીશ 🙏🏻