અકબંધ દિલમાં
*************
રહી ગઈ એ યાદો જે હતી અકબંધ દિલમાં.
કોને કહેવી એ પ્રીત પુરાણી છે અકબંધ દિલમાં.
જૂની છે યાદો દિલમાં ઉભરીને મહેકી અકબંધ દિલમાં.
રેતીમાં લખ્યું હતું જે નામ એ હજી અકબંધ દિલમાં.
નજર એ વખતે ખુશીનો જે ખીલ્યો હતો અકબંધ દિલમાં.
જૂની છતાં દિલમાં તાજી એજ યાદો છે અકબંધ દિલમાં.
કોણ જાણે ક્યારે સ્પર્શી લાગણીઓ અકબંધ દિલમાં.
દિલની લાગણીઓ હજી જીવી રહી છે અકબંધ દિલમાં.
ભાનુબેન બી પ્રજાપતિ
" સરિતા"
-Bhanuben Prajapati