જગનો તાત હું જગડુશાહ ગુજરાતી.
સોમનાથમાં હું ભોળોનાથ ગુજરાતી.
ધરમની રક્ષા કાજે હથીયાર ઉઠાવ તું,
પાર્થ કહેતો હું દ્વારીકાનાથ ગુજરાતી.
લોહ પુરુષ કહે કોઈ તો કહે સરદાર,
ખેડૂતોનો હું રખેવાળ તાત ગુજરાતી.
દુધમાં સાકરમાં ભળે એમ ભેળવી લે,
ભાઈ પારસી હું સંજાણનાથ ગુજરાતી.
ભક્ત બોડાણાનાં વહાલે થઈ ગયો,
જગન્નનાથ હું ડાકોરનાથ ગુજરાતી.
#Deshbhakti