અવસ્થા એની એમ જ મેં અવગણી 'ન' કારમાં
જીવ બળ્યો કે બાળ્યો એક જ પડકરમાં
વેદનાઓ અમ અંતરની કો'દી ન દીસતી
થનગનાટ યૌવન આ કેવું વેડફાયુ અંધકારમાં
એકમેકને ગોતતા રાજીના રેડ તો ક્યારેક દ્વેષી
વગર વાતે વગર કહ્યે ઘેલા એક નહિ અનેકમાં
સોબત તો એની પડી જે નજરે ખુદનીયે અજાણ
બેબાકળા વિખૂટી પડ્યા બસ રહ્યા આમતેમ ટળવળતા !
ઉર્મિ