Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વાતાવરણમાં જોને ફરી પલટો આવ્યો..
મારી શાળામાં જાણે સન્નાટો છવાયો...

એ પ્રાર્થના ના બોલ મને કાને સંભળાય... Bindu Anurag
જાણે મારા રોમ રોમમાં કોઈ દીપ પ્રજ્વલિત થાય..

એ મારી શાળાનું પંટાગણ જોને હર્યુભર્યું ..
અને આજે જોને મને એ ભેંકાર ડસતુ...

એ જાણે મારા વિદ્યાર્થીઓ નો શોર બકોર (કલબલાટ)
આજે જાણે બન્યું વાતાવરણ ઘનઘોર..

એ શાળામાં મારી વ્યસ્તતાની મારી મજા..
જોને ડંખે આજે મને આ કેવી આ સજા...

એ હસતા રમતા મારા વિદ્યાર્થીઓના ચહેરા
જાણે ભાસે મને એ ચારેય દિશા...

એ તાસ શરૂ થવાથી લઈ અને પૂરી થવાની કથા
આ જાણે મારી સૌથી મોટી એ વ્યથા ...

મારી શાળા એટલે મારું સર્વસ્વ, મારા હૃદય નો ધબકારા,
મારી શાળા ના બાળકો , અમારી પ્રાર્થના , મારું શાળા નું પંટાગણ મારી દિકરીઓ નો હસવાનો ખડખડાટ... મારા બાલુળાઓની બદમાશી... મારો એ બગીચો,મારુ એ પુસ્તકાલય... મારી એ રિશેસ... હવે થાશે આ બધું ભણકાર...

મારી શાળા એટલે મારું સર્વસ્વ.....

હે દ્વારકાધીશ ! જલ્દીથી બધું જ સાધારણ થઈ જાય એવી હૃદય પૂર્વકની મારી અને મારા વિદ્યાર્થીઓ તરફથી પ્રાર્થના (અરજ).

08:01 PM 16/01/22

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111778336
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now