"પતંગ સંગ"
ઉડતો જાય ઉડતો જાય
પતંગ મારો ઉડતો જાય
ઢીલ આપું તો લોટતો જાય
પતંગ મારો ઉડતો જાય
દોરી ખેંચું તો સડસડાટ ઉપર જાય
પતંગ મારો ઉડતો જાય
પતંગ સંગ આજનો દિવસ
ઉત્તરાયણ પર્વ મનાવાય
તલ અને સીંગ ચીકી ખવાય
પતંગ મારો ઉડતો જાય
ઊંધિયું ને જલેબીની મજા મણાય
પતંગ મારો ઉડતો જાય
ઉડતા પતંગ સંગ આનંદ કરાય
હળીમળીને તહેવાર કરાય
પતંગ મારો ઉડતો જાય
- કૌશિક દવે
-Kaushik Dave