Gujarati Quote in Poem by Sejjal Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થઈ જાય એકમેક ની આંખો માં આ રાત પૂરી,
ચાલ ને આ ધડકનનો ના અવાજ રોકી રાખીએ...

મહેકે જો શ્વાસ માં તારા જ શ્વાસની કસ્તુરી,
ચાલને એ સંગાથ ની સુવાસ રોકી રાખીએ...

કદી નહોતી મહેકી જીવનની વસંત આ રીતે,
આજે એ મહેકતી મુલાકાત રોકી રાખીએ...

ચાલ ને આ રાત રોકી રાખીએ…

વન વગડે ફેલાયેલી છે તારી જ યાદો,
હૃદય ને સ્પર્શે તેવા સાદ રોકી રાખીએ...

મ્હેકે નહિ આ વદન તારા સ્પર્શ થી,
ત્યાં સુધી રાત નો અસબાબ રોકી રાખીએ...

ચાલ ને આ રાત રોકી રાખીએ..
- સેજલ પંચાલ

*અસબાબ = કારણ઼/Reason*

Gujarati Poem by Sejjal Panchal : 111777951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now