ચાલ ને એક મુલાકાત કરીએ
છેલ્લો હિસાબ બરાબર કરીએ
મળ્યા છે તારા કારણે જે અશ્રુઓ
તેની તું ભરપાઈ કરી દે..
ચાલ ને એક મુલાકાત કરીએ
છેલ્લો હિસાબ બરાબર કરીએ... Bindu Anurag
મળ્યું છે મને તારા સાંનિધ્ય થી
તેની ફરી એક વાર રજૂઆત કરીએ...
ચાલને ફરી એક મુલાકાત કરી એ
હિસાબ પાછો બરાબર કરીએ...
મારી એ તારી સાથે વિતાવેલી દરેક ક્ષણનો
પાઈ પાઈનું હિસાબ ચૂકવીદે જે તું
જોજે ત્રાજવું મારું જ તારી સામે ઝૂકી જશે
કારણકે માત્ર તારા સિવાય કોણ અહીં મારી દરકાર કરે
ચાલને ફરી એક મુલાકાત કરીએ
હિસાબ પાછો બરાબર કરીએ
સમણામાં હવે ખૂબ મળ્યા
હવે પ્રત્યક્ષ મળી રજૂઆત કરીએ
ચાલ ને એક મુલાકાત કરી એ
હિસાબ પાછો બરાબર કરીએ...
મળવું છે મારે તને વિના કારણે ,
ચાલ ને એક ફરી મુલાકાત કરીએ....
-Bindu _Anurag