Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વખતે વહેલી આવજે હે માં કુળદેવી "ચામુંડા".
જો અંતરનો મારો સાદ સંભળાય તો દોડી આવજે માં
હું છું તારું એક નિખાલસ બાળ, અને તું જતો છો મારી તારણહાર
મારા જીવનના દરેક સંઘર્ષમાં મને પ્રેરણા પૂરી પાડનારી
એક તુ જ તો છો હે માં ! Bindu Anurag
શું છુપાવું હું તારાથી હે માં  ,તું તો સઘળુંય જાણે છે ને !
ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ જો તારો આશીર્વાદ હશે ને તો હું દરેક સમસ્યામાંથી  ઝઝૂમીને પણ બહાર નીકળી શકીશ
એટલો ભરોસો છે મારી માવલડી તારા પર
મારા દરેક રૂપ માં તું જતો છે હે માં !
પછી કોઈ પણ કેમ ન હોય એ રૂપ, દયાનું,
કરુણાનું કે રોદ્ર સ્વરૂપ કે પછી સાક્ષાત અન્નપૂર્ણા નું
મારામાં અખૂટ લાગણી તો અનહદ ક્રોધ પણ છે ને હે માં !
જાણે તું જ મને શીખવે છે કે એ સમયની સાથે કેમ રહેવું
હે માં વખતે વહેલી આવજે હે માં કુળદેવી "ચામુંડા"
જો અંતરનો મારો સાદ સંભળાય તો દોડી આવજે માં

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111777868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now