ઊંચાઈ પામીને આકાશી,
જમીન પર જોડાઈ રહેવું,
તે શીખવે છે પતંગ.
જીવનમાં સઘળાં રંગોમાં,
સમતા જાળવવી કેમ,
તે શીખવે છે પતંગ.
ક્યારેક ઉપર ક્યારેક નીચે,
ઊડે છે જીવન નો પતંગ,
બંને સ્થિતિમાં સંતુલન,
તે શીખવે છે પતંગ.
જીવન ની પતંગ નાં
પેચ ઘણા લાગે છે,
ઘાવ કંઈ કેટલા દિલ પર વાગે છે,
છતાં હાસ્ય નો દોર લહેરાય,
તે શીખવે છે પતંગ.
રંગબેરંગી પતંગોથી છવાઈ છે
આકાશ જ્યારે, દૂર થાય છે,
સૂનાપન જિંદગી નું ત્યારે,
જીવન ઉત્કર્ષની સંભાવના,
તે શીખવે છે પતંગ.
✍️...© drdhbhatt...
Happy Uttarayan 💐💐💐🙏🙏💐