એ મોતને લલકારવું મોંઘુ પડી જશે,
જીંદાદિલી તમારી કંઈ કામની નથી.
ખાબોચિયું બનીને જીવે ઘણાંબધાં ,
દરિયાદિલી તમારી કંઈ કામની નથી.
એ મૌન થઇને કાયમ ,ઘેરી વળે બધે,
શબ્દાવલી અમારી કંઈ કામની નથી.
આકાશ આંબવાને પાંખો ખુલી હવે,
"ઉરુ" વાદળી તમારી કંઈ કામની નથી.
✍ઉર્વી પંચાલ" ઉરુ"
-Urvi Panchal