હજારો ની ભીડ વચ્ચે ઘેરાયેલી રહું છું હું,કેમ છતાં મારી આંખો બસ એક તને શોધે છે.ઘણા છે મારા પ્રેમ માં ઘાયલ છતાં પણ મારું આ દિલ બસ તારી નફરત ને આવકારે છે.નથી કોઈ મૂલાકાત ના તો કોઈ પ્રેમ પ્રણય ના પ્રસંગો તારી મારી વચ્ચે છતાં પણ જોને તારો હોવાનો અહેસાસ સદા મારી આસપાસ ભમ્યા કરે છે.તારા સરનામાં ની જાણ નથી છતાં એમજ લાગ્યા કરે છે હું તને રોજ મળવા આવું છું.કંઈક વાહ વહી ને મેં અવગણીને બસ એક તારા હોઠે મારુ નામ સાંભળવાની જંખના કાયમ રાખી છે.કોણ છો તું?શાને મને આમ કોઈની થવા નથી દેતું તારું આ વર્ચસ્વ શુકામ મારી માથે ચડી રહ્યું છે તું નથી મારો તો શાને હું ફક્ત તારી બની રહી છું ? સંબંધ કેવો છે આ. હું તો એમજ માનું છું કે તું હંમેશા મારી પાસે છે ખબર નહીં તું મારી વાતો થી કેમ ત્રાસે છે.....