જિંદગી પાસેથી આશાઓ તો ઘણી બધી છે,
સપનું તો મારું એક જ આત્મનિર્ભર બનવું છે.....
જિંદગી તે ઘણું આપ્યું ને ઘણું છીનવી લીધું છે મારી પાસે,
જે મારી પાસે છે એમાંથી મારે આત્મનિર્ભર થવું છે....
કોઈની વસ્તુ છીનવીને મારે ઘર ભરવું નથી,
પોતાની મહેનતની કમાણીથી મારે આત્મનિર્ભર બનવું છે......
જિંદગીમાં કંઈ પણ જાતનો લોભ રાખવો નથી,
કંઈ પણ જાતની લાલસા વિના મારે આત્મનિર્ભર થવું છે.....
ભલે લોકો આપણને જૂઠા માનશે પણ ફરક પડતો નથી,
સચ્ચાઈની રાહ પર ચાલીને મારે આત્મનિર્ભર થવું છે....
જીવનમાં ઘણી વાર નિષ્ફળતા મળી છે હજું હાર માની નથી,
સિધ્ધાંતોને આત્મવિશ્વાસથી મારે આત્મનિર્ભરબનવું છે.....
-Bhargav Jagad