મંજુલા ભાભી હવે નહીં મળે
______________________
મીઠો મધુર લહેકા ભર્યો અવાજ હવે સાભળવા નહી મળે,,સંબધો ની લાગણી ઓ ને ઝૂલાવતા એ ભાભી હવે નહીં મળે,
જેમની હાજરી થી જ પ્રસગ ઉત્સવ બની જતો હતો, એ રોશની ભરેલી દીપક જ્યોત હવે ઝળહળતી નહીં મળે,
એ ચાલતા હતા અને માર્ગ બની જતો હતો,
મહેનત કરવા છતાં હવે એ મંજીલ કદી નહી મળે,
તન તૉડી - મન ભીંજવતી સંબધો સાચવવા ની રીત હવે નહી મળે, વયાવચ્છ અને સાધુ સંતો ની એ પુણ્ય કમાઇ હવે નહી મળે,
ખર્ચો કરતા સોના રૂપા ના ઢગલા મળી જશે , પણ જે મળ્યા હતા એ મંજુલા ભાભી નહીં મળે.
જયવંત બગડીયા / કવિરાજ