સ્કુલમાં જતાં ત્યારે દફતરના બોજથી થાક નહીં લાગતો,
અત્યારે તો સૌ કોઈને આ જિંદગી બોજ સમાન લાગવા લાગી....!
નાના હતાં ત્યારે દફતર તો આપણને જાદુનો ખજાનો લાગતો,
અત્યારે તો બધાને આ જિંદગી એ સજારૂપ લાગવા લાગી....!
દફતરમાં જાતજાતની વસ્તુઓ મૂકીને એ દુનિયા જીવંત લાગતી,
અત્યારે તો જરાક મુસીબતો આવે જીવન તો
બેજાન લાગવા લાગી.....!
દફતરના બોજ સાથે કોઈ પણ પરીક્ષા આપણે બિન્દાસ આપી દેતાં,
અત્યારે તો જિંદગીની પરીક્ષા આપણને કઠિન લાગવા લાગી....!
સ્કૂલના દફતર સાથેના દિવસો આપણને કંઈક અલગ ખાસ લાગતા,
અત્યારે તો બધી સુવિધાઓ સાથે જિંદગી કંઈક અધુરું લાગવા લાગી....!
સ્કૂલની પરીક્ષામાં નાપાસ થઈ જાય તોપણ નિરાશ નહીં થતાં,
અત્યારે તો કોઈ કામમાં સફળતા નહીં મળે તો જિંદગી અર્થવિહીન લાગવા લાગી...!
-Bhargav Jagad