છુપાવું અને વળી છાવરવુ...
વ્યક્ત ન થઈ જાય ક્યાંય ,સતત તેનાથી ભયભીત રહેવું
પણ તેની સામે કે તેની સાથે દરેક વસ્તુ કે વાત વ્યક્ત કરવી
તેમ છતાંય લાગણીને જાહેરમાં વ્યક્ત ન થવા દેવી
ક્યારેક ડર લાગે છે આવી મારી બાલિશતા થી મને
સાને મારે આટલું શરમાવું , અચકાવું કે મુંઝાવુ
તારા સાંનિધ્યની જોને મને એક આદત પડી કે એક લત્ત પડી
જાણું છું કે કશું જ નથી ,તારું અહીં નથી અસ્તિત્વ
તો પણ જો ને તને મહેસૂસ કરું છું હરેક પળે તને
ક્યારેક અનુભવું છું કે વસ્તુ વગર તો ચલાવી શકાય
પણ પોતાના પ્રિયજન વગર નહીં........... "Anumay"
તારી યાદ માં તને સમર્પિત..... Bindu Anurag
06:33AM 06/01/22
-Bindu _Anurag