🫂👫વીરા👫🫂
જન્મથી મૃત્યુ સુધી બંધાયેલી કડી છે તું ..
વારસામાં મળેલ મારી જીવતી સંપત્તિ છે તું ..
કયા શબ્દ અને કયા ધાગે અરે કયા ઓવારણે તારી રક્ષા કરું?
જીવથી વધુ વહાલો પ્રભુએ આપેલ આધારસ્તંભ છે તુ ..
કદી મિત્ર તો ક્યારેક માતપિતાના સ્થાને બિરાજમાન છે તું ..
પણ તે સૌથી પહેલા મારા હૃદય સ્થાને ભાઈ નામે કંડારાયેલ છે તું..
"વધાવું કે પોંખુ એ તો બાહ્ય રિવાજ છે માત્ર ,,
મારું હૃદય તો હંમેશા તમારું સુખ ઝંખે છે ભાઈ.."👫