Gujarati Quote in Good Evening by Bhumika Vyas

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણવા જેવું :

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

*પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.*

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

*અલંકારોમાં મુખ્યત્વે-સોના,ચાંદી, હીરા, મોતી છે.*

*સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.*

*માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.*

*સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નથી હોતો.*

Gujarati Good Evening by Bhumika Vyas : 111741514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now