Gujarati Quote in Poem by Vidhi Pala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડી વાર તો આ ચંચળ મન ને શાંત થવા દે,
"તું" અને "તારી યાદો" માંથી મુક્ત થવા દે,
જાણું છું, એમ તું મને નહીં જવા દે.

થોડી અલકની ને થોડી મલકની વાત થવા દે,
"બોલો બીજું" થી "ખબર જ હતી" ત્યાં સુધી વાત થવા દે,
જાણું છું, એમ તું મને નહીં જવા દે.

ના બોલેલા શબ્દોની પણ ઓળખાણ થવા દે,
"સ્માઈલી" અને "ઈમોજી" ને ગૌણ થવા દે,
જાણું છું, એમ તું મને નહીં જવા દે.

Gujarati Poem by Vidhi Pala : 111740224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now