ઝેરનો પ્રશ્ર્ન ક્યાં છે,ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
કંઇક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્ર્વાસ પર,
મોત ને વાતો માં વળગાડી ને હું સરકી ગયો.
માછલી એ ભરસભામાં ચીસ પાડી ને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.
~ખલીલ ધનતેજવી